RSS

શાળા વિશે

ભાવનગર જીલ્લા પંચાયત સંચાલિત પાલીતાણા તાલુકાની આ એક સરકારી પ્રાથમિક શાળા છે.

હણોલ પ્રાથમિક શાળાની સ્થાપના તા-૧૮/૧૨/૧૮૭૮ ના રોજ કરવામાં આવી હતી.અત્યારે શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી ભણવાની સુવિધા છે. ચાલુ વર્ષે કુલ ૪૩૬ બાળકો અભ્યાસ કરે છે.

૧૩૩ વર્ષ જૂની આ શાળાની શરૂઆત રાજાશાહી વખતે ત્રણ ઓરડાઓ થી થઈ હતી.આજે આ શાળામાં કુલ ૧૪ ઓરડાઓ છે.

શાળામાં કુલ 11 શિક્ષકો ફરજ બજાવે છે.

અમારી શાળામાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ જેવીકે રમતનું મેદાન,કોમ્પ્યુટર-લેબ ,પુસ્તકાલય, પ્રયોગશાળા, વગેરે મોજુદ છે.

શાળાના શિક્ષકોની મહેનતથી દર વર્ષે તાલુકા,જીલ્લા તથા રાજ્યક્ક્ષાએ શાળાનું નામ ગાજતું રહે છે.

 

11 responses to “શાળા વિશે

  1. girishgodhaniai

    જાન્યુઆરી 28, 2012 at 6:38 પી એમ(pm)

    good job for u

     
  2. girishgodhaniai

    જાન્યુઆરી 28, 2012 at 6:41 પી એમ(pm)

    તમારુ જીવન બાળકમય બની રહે તેવી શુભેચ્છાઓ.

     
  3. Rohit Chauhan

    માર્ચ 24, 2012 at 2:25 પી એમ(pm)

    ભાવનગર જીલ્લા ની શાળા ઓ માંથી આ જ પેલી વખત તમારી શાળા ની વેબસાઈટ જોવા મળી…ખુબ જ સારું કામ કરો છો. અભિનંદન સૌ ને….હું અવાર નવાર આપના ગામ ની મુલાકાત લઉં છું…હવે શાળા માં આવીશ…

     
    • hanolpschool

      એપ્રિલ 4, 2012 at 6:09 પી એમ(pm)

      આભાર અને જરૂરથી પધારજો રોહિતભાઈ

       
  4. dhaval

    જુલાઇ 2, 2012 at 9:39 પી એમ(pm)

    i like my school

     
  5. ashish lathiya

    સપ્ટેમ્બર 8, 2012 at 2:04 પી એમ(pm)

    મારે ફરી એકવાર શાળાએ જવું છે ..

    દોડતા જઇને મારી રોજની બાંકડીએ બેસવું છે

    રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્ર્ગીત ગાવું છે

    નવી નોટની સુગંધ લેતા પહેલાં પાને

    સુંદર અક્ષરે મારું નામ લખવું છે

    મારે ફરી એકવાર શાળાએ જવું છે…

    રિસેસ પડતાં જ વોટરબેગ ફેંકી

    નળ નીચે હાથ ધરી પાણી પીવું છે

    જેમ-તેમ લંચબોક્સ પૂરું કરી

    મરચું – મીઠું ભભરાવેલ આમલી – બોર – જમરૂખ – કાકડી બધું ખાવું છે

    સાઇકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે

    કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય

    એવા વિચારો કરતાં રાતે સૂઇ જવું છે

    અનપેક્ષિત રજાના આનંદ માટે

    મારે ફરી એકવાર શાળાએ જવું છે…
    છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં

    મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે

    ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને

    સાઇકલની રેસ લગાવતાં ઘેર જવું છે

    રમત-ગમતના પિરિયડમાં તારની વાડમાંના

    બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે

    તે ભાગી જવાની મોજ અનુભવવા

    મારે ફરી એકવાર શાળાએ જવું છે…

    દિવાળીના વેકેશનની રાહ જોતાં

    છ-માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે

    દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી

    હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે

    રાતે ઝાઝા બધાં ફટાકડા ફોડ્યા પછી

    તેમાંથી ન ફૂટેલાં ફટાકડા શોધતાં ફરવું છે

    વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા

    મારે ફરી એકવાર શાળાએ જવું છે…

    કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતાં

    પીઠ પર દફ્તરનો બોજ વેંઢારવો છે

    ગમે તેવી ગરમીમાં એરકંડીશન્ડ ઓફિસ કરતાં

    પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે

    કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતાં

    બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે

    બચપણ પ્રભુની દેણ છે – તુકારામના એ અભંગનો અર્થ

    હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે

    એ બરાબર છે કે નહીં તે સરને પૂછવા..છે

    મારે ફરી એકવાર શાળાએ જવું છે..

     
    • jayeshkakadiya

      જૂન 25, 2013 at 3:28 પી એમ(pm)

      saheb a khub j sarsa git che. mari pase audio che
      hu apni baju ni valukad p.shool ma j chu
      jayesh kakadiya

       
  6. mahesh bokadiya

    જાન્યુઆરી 30, 2013 at 5:39 પી એમ(pm)

    like

     
  7. anil padaria

    ઓગસ્ટ 3, 2013 at 8:41 પી એમ(pm)

    best step to make a website . i like your website

     
  8. jayesh kakadiya

    ઓગસ્ટ 9, 2013 at 6:04 પી એમ(pm)

    આપનો બ્લોગ ખુબ સરસ છે. આપના બ્લોગમાંથી હું ધણું શીખ્યો છું
    આપનો આભાર

     

Leave a reply to anil padaria જવાબ રદ કરો